દેવાયત પંડિત ગુજરાતના એક સંતકવિ હતા. તેઓ આગમનાં ભજનના રચયિતાઓમાં મુખ્ય ગણાય છે. દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે થયો હતો એમ મનાય છે.