ભક્ત જીવણદાસ, દાસ જીવણ કે દાસી જીવણ એ સૌરાષ્ટ્રના ગોંડલ રજવાડાનાં એક ભજનિક અને સંત હતા. દાસી જીવણનો જન્મ ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે થયો હતો.