નવરાત્રી એ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં દેવી શક્તિની આરાધના અને ગરબા જેવા પરંપરાગત નૃત્યો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. 'નવરાત્રી' શબ્દ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષાઓમાં 'નવ' એટલે કે નવ અને 'રાત્રી' એટલે કે રાત, એમ બે શબ્દોથી મળીને બને છે, જેનો શાબ્દિક અર્થ 'નવ રાતો' થાય છે. આ તહેવાર નવ રાત સુધી ચાલે છે, જે દરમિયાન દેવી શક્તિના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હાઈ રીજોલ્યુશન વોલપેપર ડાઉનલોડ કરવા ઇમેજ પર ક્લિક કરો