યમુનાજીની આરતી

જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના,

જોતા જનમ સુધાર્યો..(૨) ધન્ય ધન્ય શ્રી યમુના… માં જય જય..

સાવલડી સુરત માં, મુરત માધુરી, માં મુરત માધુરી (૨)

પ્રેમ સહીત પટરાણી..(૨), પરાક્રમે પુરા, .. માં જય જય..

ગહેવર વન ચાલ્યા માં ગંભીરે ઘેર્યા, માં ગંભીરે ઘેર્યા (૨)

ચૂંદડીએ ચટકાળા(૨), પહેર્યા ને લહેરયા .. માં જય જય..

ભુજ કંકણ રૂડા, માં ગુજરીયા ચૂડી (૨)

બાજુબંધ ને બેરખા (૨), પહોંચી રત્ન જડી.. માં જય જય..

ઝાંઝરને ઝમકે, માં વિછિયાને ઠમકે (૨)

નેપુરને નાદે માં (૨), ઘુઘરીને ઘમકે.. માં જય જય..

સોળે શણગાર સજ્યા, માં નકવેસર મોતી (૨)

આભરણમાં ઓપો છો (૨), દર્પણ મુખ જોતા.. માં જય જય..

તટ અંતર રૂડા, માં શોભિત જળ ભરીયા (૨)

મનવાંછિત મુરલીધર (૨), સુંદર વર વરિયા .. માં જય જય..

લાલ કમળ લપટ્યા, માં જોવાને ગ્યાતાં (૨)

કહે “માધવ” પરિક્રમા (૨), વ્રજની કરવાને ગ્યાતાં .. માં જય જય..

શ્રી યમુનાજીની આરતી, માં વિશ્રામ ઘાટે થાય (૨)

તેત્રીસ કરોડ દેવતા (૨), માં દર્શન કરવા જાય .. માં જય જય..

યમુનાજીની આરતી માં જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,

તેના જનમ જનમના પાપો સઘળા દૂર થાશે.. માં જય જય..

જય જય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના

જોતા જનમ સુધર્યો..(૨) ધન્ય ધન્ય શ્રી યમુના… માં જય જય..

••• ✦ •••

શેર કરો

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in