તું રંગાઇ જાને રંગમાં

તું રંગાઈ જાને રંગમાં

તું રંગાઈ જાને રંગમાં

સીતારામ તણા સત્સંગમાં

રાધે શ્યામ તણા તું રંગમાં

આજે ભજશું કાલે ભજશું

ભજશું સીતારામ! જયારે ભજશું રાધેશ્યામ

શ્વાસ ખૂટશે, નદી તૂટશે

પ્રાણ નહી રે તારા અંગમાં

તું રંગાઈ જાને રંગમાં…

જીવ જાણતો જાજુ જીવશું

મારું છે આ તમામ

પહેલા અમર કરી લવ નામ

તેળુ આવશે જમનું ઝાણજે

જાવું પડશે સંગમાં

તું રંગાઈ જાને રંગમાં …

સૌ જીવ કહેતા પછી ભજીશું

પહેલા મળી લવ એ નામ

રહેવાના કરી લવ કામ

પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં

સૌ જન કહેતા રહી અંગમાં

તું રંગાઈ જાને રંગમાં …

ગઢપણ આવશે ત્યારે ભજીશું

પહેલા ઘરના કરીએ કામ

પછી કરીશું તીરથ ધામ

આતમ એક દિન ઉડી જાશે

તારું શરીર રહેશે પલંગમાં

તું રંગાઈ જાને રંગમાં …

••• ✦ •••

શેર કરો

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in