તારી એક એક પળ જાય લાખની

તારી એક એક પળ જાય લાખની,

તું તો માળા રે જપી લે મારા રામની…

સાથે આવ્યો શું લઈ જશો?

આવ્યો તેવા ખાલી જશો;

જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી…

તું તો માળા…

જૂઠા જગના જૂઠા ખેલ,

મનવા ! મારું તારું મેલ

તું તો છોડી દે ચિંતા આખા ગામની…

તું તો માળા…

રાજા રંગીલા રણછોડ,

મારા ચિતડાનો ચોર

મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની…

તું તો માળા…

ભક્તિ ખાંડા કેરી ધાર,

ઊંઘણશિનું નહિ કામ;

હાંરે મને લાગી રે લગન,

આંખે આંસુડાંની હેલી,

નંદુ ચેતીને તું ચાલ યમ તણા માર થી…

તું તો માળા…

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using tari ek pal jay lakhani lyrics, lyrics, tari ek pal jay lakhani gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in