સરસ્વતી માતાના સ્મરણ કરી લ્યો, સમરૂં દેવ સુંઢાળા રે જી
સમરું પીર પશ્ચિમ કેરા દાતા, રામ રણુજાવાળા અલખધણી રે જી
દેવળવાળા દયા કરોને, આશરો એક તમારો રે જી
આ ભવસાગરમાં બાય પકડી લે, આ કળિયુગમાં અમને તારો રે જી
મુજ રંક પર મેર કરો માવા, મૈં ચાકર ચરણો કા રે જી
ગુના હમારા માફ કરોને, અવગુણ ધરો નહીં અમારા રે જી
ઊંચા દેવળ અજબ ઝરૂખા, ત્યાં નીચે ગોમતીનો આરો રે જી
આવા દેવળમાં મારો નાથ બિરાજે, મોહન મોરલી વાળો રે જી
સદગુરૂ મળિયા સંશય ટળિયા, પ્રેમ જ્યોત ઉજિયાલા રે જી
સદગુરૂ ચરણે બોલ્યા દેવા રામ, ખોલો મારા રૂદિયાનાં તાળા રે જી
સરસ્વતી માતાના સ્મરણ કરી લ્યો, સમરૂં દેવ સુંઢાળા રે જી;
સમરું પીર પશ્ચિમ કેરા દાતા, રામ રણુજાવાળા અલખધણી રે જી.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો