સાચ ને જૂઠ તો બેઉ સરખા ગણે, નક્કી કરીને કોઈ જોવે નહીં નરણે.
ભરમની ભીતમાં જગત દબાઇ મરે, અનંત વિકાર છે અંતકરણે.
અજ્ઞાન અંતર તણું મટ્યુ નહીં, મન થકી વગર ભાળી બહુ વાત વરણે.
આપનું આપ બગાડી ને બેસવું, પારકી ભૂલ તે બહુ જ ભરડે.
નીર વલોવે માખણ નહીં ઉતરે, કાનમાં કાન દઇ કાન કરડે.
જોતા જગતની એવી રીત છે, હેડમાં પગ છે ને મુછ મરડે.
હરિગુરુ સંતની કૃપા વડે, સાચ ને જૂઠ તો બેય વરણે.
દાસ સવાને સ્વામી ફુલગરજી મળ્યા, મન કર્મ વચને કરી લીધો શરણે.
સાચ ને જૂઠ તો બેઉ સરખા ગણે, નક્કી કરીને કોઈ જોવે નહીં નરણે.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો