રણુજાના રાજા અજમલજીના બેટા
વીરમદેના વીરા રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો હો... હો... જી
હો જી રે મારો હેલો સાંભળો જી
હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયું થાય
મારો હેલો સાંભળો હો... હો... જી
હો જી રે મારો હેલો સાંભળો જી
વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એક
મારો હેલો સાંભળો હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી
વાણિયો ને વાણિયણ જાત્રાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય
મારો હેલો સાંભળો હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી
ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયા ને ત્રીજો થયો સાથ
મારો હેલો સાંભળો જી હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી
ઊંચા ઊંચા ડુંગરા ને વચમા છે ઢોલ
મારી નાખ્યો વાણિયો ને માલ લઈ ગયા ચોર
મારો હેલો સાંભળો હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી
ઊભી ઊભી અબળા કરે રે પોકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ
મારો હેલો સાંભળો હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી
લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયાની વહારે ચઢ્યા રામદે પીર
મારો હેલો સાંભળો હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો