પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રુડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....
પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનુ રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....
પોપટ તારે કારણે શીશી રસોઇ રંધાવું,
સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....
પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,
કોઠે કાઠલો કાળો, નરસૈયાના સ્વામી ને ભજો રાગ, તાણી ને રુપાળો...
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો