ઓ જશોદાજી ! એવડો લાડકવાયો લાલ

દયારામ

ઓ જશોદાજી ! એવડો લાડકવાયો લાલ ન કીજીયે.

રે ! ક્ય્હાં સુધી સુતનાં ચોરચરિત્ર જોઇને રીઝિયે ?

વ્હાલે કૌતુક કીધું મંદિરમાં;

એક માખણપિંડ લીધો કરમાં;

⁠એણે માંકડલાં ઘાલ્યાં ઘરમાં. ઓ જશોદાજી !

વ્હાલો સંતાડ્યાં શોધી (ક હા)ડે;

હોય ઉંચાં પણ હેઠાં પાડે;

⁠એ તો ખાય ખવરાવે વણસાડે. ઓ જશોદાજી !

વ્હાલો સૂતાં બાળક્નાં અંગ મોડે;

મ્હારાં બાંધ્યાં વાછરૂં છોડી મેલે;

⁠દહીં દૂધ તની રંજાડ કરે. ઓ જશોદાજી !

દયાના પ્રીતમ સ્વામી રસિયા;

ખાન ગોરસ પર આવે ધસિયા;

⁠ધન્ય ભાગ્ય અમારૂં વ્રજમાં વસિયાં. ઓ જશોદાજી !

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using O Jashodaji Avado Ladakvayo Lal lyrics, o jasodaji, evado ladakvayo lal lyrics, O Jashodaji Avado Ladakvayo Lal gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in