નાખેલ પ્રેમની દોરી

મીરાબાઈ

નાંખેલ પ્રેમની દોરી, ગળામાં અમને ટેક.

આની કોરે ગંગા વ્હાલા ! પેલી કોરે યમુના વ્હાલા;

વચમાં કાનુડો નાખે ફેરી રે—ગળામાં અમને. ૧.

વૃન્દા રે વનમાં વ્હાલે ધેન ચરાવી,

વાંસળી વગાડે ઘેરી ઘેરી—ગળામાં અમને. ૨.

જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,

ભરી ગાગર નાખી ઢોળી—ગળામાં અમને. ૩.

વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,

કા’ન કાળો ને રાધા ગોરી—ગળામાં અમને. ૪.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,

ચરણોની દાસી પિયા તોરી—ગળામાં અમને. ૫.

••• ✦ •••

શેર કરો

People also search using nakhel premani dori lyrics, lyrics
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in