નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના...
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ જગમાં આજે,
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના... ઝાંખો ૧
પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા,
રાગ ને દ્વેષ આજે ઘરઘર ઘુંટાતા,
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના... ઝાંખો ૨
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશદીન સ્નેહ કેરુ તેલ તેમાં પૂરજે,
મનના મંદિરને જોજે અંધારું થાય ના... ઝાંખો ૩
શેર કરો
ઓડિયો / વિડીયો શોધો