મારે માથે હજાર હાથવાળો

પિનાકીન ત્રિવેદી

મારે માથે હજાર હાથવાળો,

અખંડ મારી રક્ષા કરે.

કદી રક્ષકના ઉગ્ર રૂપવાળો,

આવી કસોટી કપરી કરે ... મારે માથે

એની કરુણાનો સ્તોત્ર નિત્ય વહેતો,

પ્રસન્ન મને રાખ્યાં કરે;

મને ચિંતા કરવા ન જરી દેતો,

કલ્યાણ મારું ઝખ્યા કરે ... મારે માથે

રખે ઉતરું મારગે આડે,

તો સત્ય પંથ ચાંધ્યા કરે;

કદી પડવા ન દે મને ખાડે,

સદાય સાથ આપ્યાં કરે ... મારે માથે

નાથ શ્રદ્ધાનાં પારખાં લેતો,

ને તોય રાક્તિ દીધાં કરે;

ધૂળમાંથી કનક કરી દેતો,

અજબ તારી લીલા ખરે ... મારે માથે

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Mare Mathe Hajar Hath Valo lyrics, mare mate hajar hat valo lyrics, Mare Mathe Hajar Hath Valo gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in