મંદિર તારું વિશ્વ રૂપાળું

જયંતીલાલ આચાર્ય

મંદિર તારું વિશ્વ રૂપાળું,

સુંદર સરજનહારા રે.

પળ પળ તારાં દર્શન થાયે,

દેખે દેખણહારા રે… મંદિર તારું

નહિ પૂજારી નહિં કો દેવા,

નહિ મંદિરને તાળાં રે.

નીલ ગગનમાં મહિમા ગાતા,

ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું

વર્ણન કરતાં શોભા તારી,

થાક્યા કવિગણ ધીરા રે.

મંદિરમાં તું ક્યાં છુપાયો,

શોધે બાલ અધીરા રે… મંદિર તારું

••• ✦ •••

શેર કરો

ઓડિયો / વિડીયો શોધો

People also search using Mandir Taru Vishva Rupalu lyrics, mandir taru visv visva roopalu lyrics, Mandir Taru Vishva Rupalu gujarati bhajan lyrics
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in