કાચબો કાચબી સમુદ્રમાં રહેતાં, લેતાં હુરિનું નામ,
પાપીએ આવીને પાસલો નાંખ્યો, જાળીડે નાંખી જાળ ;
જનાવર જીવતાં ઝાલ્યાં રે, લેઇ આધરણમાં ઓર્યાં રે. ટેક.
સાહેર મધ્યે તો સુખીયાં હતાં, આનંદ હતેા અમાપ,
ઠેલી ઠેલીને ઠામમાં ઘાલ્યાં, નીચે કીધો તાપ;
આપે એ બળવા લાગાંરે, સાહેર મેલી શીદને ભાગાંરે—કાચબો. ૧
કાચબો કહેછે કાચીને તું, રાખને ધારણ ધીર,
આપણને ઉગારશે વાલો, જુગતે જાદવવીર ;
ચિંતા મેલી શરણે આવેારે, મરવાને નહીંદે માવોરે.—કાચબો. ૨
વારતીતી તે સમે શ્યા વાસ્તે, મારૂં કશું ન માન્યું કેણ,
કાળ આવ્યો કોણ રાખશે, તમે નીચાં ઢાળો નેણ ;
પ્રભુ તારો નાવિયો પ્રાણી રે, માથે આવી માત નિશાની રે.૩
અબળાને ઇતમાર ન આવે, કોટિ કરીને ઉપાય,
કહ્યું ન માને કોઇનુંરે, એતો ગાયું પોતાનું ગાય,
એવી વિશ્વાસ વોણીરે, પ્રથમ તે મત્યુની પોણીરે.૪
કાચબી કે’છે ક્યાં છે તારો, રાખણહારા રામ,
હરિ નથી કેના હાથમાંરે, તમે શું બોલો છો સ્વામ;
મરવા ટાણે મતિ મુંઝાણીરે, ત્રુટ્યા પછી ઝાલવું તાણીરે.૫
ત્રિકમજી ત્રણ લોકમાં મારે, તારો છે ઇતબાર,
અષ્ટક પડી હરિ આવજોરે મારી, આતમના ઉદ્ધાર ;
છોગાળા વાત છે છેલીરે, થાજો બળતલના બેલીને.૬
કાચબી કે’છે કોણ ઉગારે, જાતો રહ્યો જગદીશ,
ચારે દિશિથી સળગી ગયુંરે, તેમાં ઓર્યાં વચ્ચો વીચ;
જેના વિશ્વાસ છે તારેરે, તેનો ઇતબાર નહિ મારેરે.૭
બળતી હોતો બેસને મારી, પીઠપર રાખું પ્રાણ,
નિંદા કરો છો નાથનીરે એતો, મારો છો મુંને બાણ ;
વા’લો મારો આવશે વા’રેરે, ઓર્યામાંથી મને ઉગારેરે.૮
કાચબી કહે કિરતાર ન આવ્યો, આપણો આવ્યો અંત,
પ્રાણ ગયા પછી પો’ચશેરે, તમે તે શું ખાંધેા મન તંત;
આમાંથી જો ઉગરિયેરે, તો બા’રો કદી પગ ન ભરિયેરે. ૯
વિઠ્ઠલજી મારી વિનતિ સુણી, શામળા લેજો સાર,
લીહ લોપાશે લેાકમાંરે, બીજી વાંસે કેની વ્હાર ;
હરિ મારી હાંસી થાશેરે, પ્રભુ પરતીતિ જાશેરે,૧૦.
કેશવજીને કરૂણા આવી; મોકલ્યા મેઘ મલાર,
આંધણમાંથી ઉગારિયો આવી, કાચબાને કિર્તાર;
ભોજલ ભરોસો આવશે જેનેરે, ત્રિકમજી તારશે તેનેરે.૧૧.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો