જીવને શ્વાસ તણી સગાઈ

ભોજા ભગત

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ.ટેક.

બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાઇ

બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાઇ—જીવ. ૧.

લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની વેળા થઈ

અડશો ના અભડાશો તમે એમ લોક કરે ચતુરાઈ—જીવ. ૨.

ઘરની નાર ઘડી ન વિસરે તે અંતે અળગી થઈ જાય

ભોજો ભગત કહે કંથ વળાવી પંથ પોતાને હાલી થાય— ⁠જીવ. ૩.

••• ✦ •••

શેર કરો

People also search using Jivne Swas Tani Sagai lyrics, jivne svas tni sagae lyrics
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in