હે કરુણાના કરનારા

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી

હે સંકટના હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી

મારાં પાપ ભર્યા છે એવાં તારી ભૂલ્યો કરવી સેવા

મારી ભૂલોનાં ભૂલનારા તારી કરુણાનો કાંઇ પાર નથી …હે

હે પરમ કૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા

વિષને અમૃત કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી …હે

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી

અવળી સવળી કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી ..હે

મને જડતો નથી કિનારો મારો કયાંથી આવે આરો

મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કાંઈ પાર નથી …હે

ભલે છોરું કછોરું થાયે તું માવતર કહેવાય

મીઠી છાયા દેનારા તારી કરુણાનો કાંઈ પાર નથી….હે

છે ભકતનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી

રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી… હે

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using he karunana karanara lyrics, lyrics, he karunana karanara gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in