દુનિયા બોલે એને બોલવા દઈએ
આપણે તો હરિ-ભજનમાં રહીએ
આપણે તો રામ-ભજનમાં રહીએ
કોયલ ને કાગ બન્ને એક જ રંગના
કોયલ કોને કહીએ?
સાચું કોયલપણું જાણીએ તો
મીઠડા બોલા થઈએ
આપણે તો હરિ-ભજનમાં રહીએ
આપણે તો રામ-ભજનમાં રહીએ
બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર
ચરણ-કમળ સ્થિત રહીએ
શરણપણું જો જાણીએ તો
સદગુરુ શોધી લઈએ
આપણે તો હરિ-ભજનમાં રહીએ
આપણે તો રામ-ભજનમાં રહીએ
રામ હરિ રામ હરિ રામ હરિ બોલ
નામ મારા રામનું છે અનમોલ
નામ મારા રામનું છે અનમોલ
રામ હરિ રામ હરિ રામ હરિ બોલ
દુનિયા બોલે એને બોલવા દઈએ
આપણે તો હરિ-ભજનમાં રહીએ
આપણે તો રામ-ભજનમાં રહીએ
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો