ધૂણી રે ધખાવી બેલી

અવિનાશ વ્યાસ

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો

તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો

હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી

કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી

હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી

••• ✦ •••

શેર કરો

People also search using dhuni re dhakhavi beli lyrics, lyrics
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in