ભોમિયો ખોવાયો મારો

અવિનાશ વ્યાસ

ભીતરનો ભેરુ મારો, આતમો ખોવાયો,

મારગનો ચીંધનારો, ભોમિયો ખોવાયો રે,

વાટે વિસામો લેતા, જોયો હોય તો કહેજો...

ભીતરનો ભેરુ...

એના રે વિના મારી, કાયા છે પાંગળી,

આંખ છતાંય મારી, આંખો છે આંધળી,

મારા રે સરવરિયાનો, હંસલો રીસાયો રે,

સરવરમાં તરતો કોઈએ, જોયો હોય તો કહેજો...

ભીતરનો ભેરુ...

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,

તાર તૂટ્યો રે અધવચ, ભજન નંદવાણું,

કપરી આંધીમાં મારો, દીવડો ઝડપાયો રે,

આખો સળગતો કોઈએ, જોયો હોય તો કહેજો... ભીતરનો ભેરુ...

••• ✦ •••

શેર કરો

ઓડિયો / વિડીયો શોધો

People also search using Bhomiyo Khovayo Maro lyrics, bomio kovayo maro bhomio khovay maro, bhitarano bheru lyrics, Bhomiyo Khovayo Maro gujarati bhajan lyrics
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in