ભજ લે રે મન ગોવિંદ ગુણા

મીરાબાઈ

ભજ લે રે મન ગોવિંદ ગુણા.

ગોવિંદ ગુણા, ગોપાલ ગુણા, ભજ લે રે મન ગોવિંદ ગુણા

અધમ તરે અધિકાર ભજન સો, જોઈ આયે હરિશરણા,

ના વિશ્વાસ તો સાક્ષી બતાઉં, અજામીલ ગણિકા સદના ... ભજ લે રે મન.

જો કૃપાળુ તન, મન, ધન દીન્હો, નયન-નાસિકા-મુખ-રસના,

જાકો રચત માસ દશ લાગે, તાહિ ન સુમિરો એક ક્ષણા ... ભજ લે રે મન.

બાલપન સબ ખેલ ગંવાયો, તરુણ ભયા તબ રૂપધના,

વૃદ્ધ ભયો તબ આલસ ઊપજ્યો, માયા મોહ ભયો મગના ... ભજ લે રે મન.

ગજ અરુ ગીધ તરે ભજનોં સે, કોઈ તર્યો નહિ ભજન બિના

ધના ભગત પીપામુનિ શબરી, મીરાં કી કર તામે ગણના ... ભજ લે રે મન.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using bhaj le re man govinda guna lyrics, bhaj le re man govind guna lyrics, bhaj le re man govinda guna gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in