અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને

અલબેલી મતવાલી મૈયા હો

અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને

અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને

દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને

દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને

જેદી ચાચર ચોકે દીઠા તેદી મુજમન વસીયા રે

જેદી ચાચર ચોકે દીઠા તેદી મુજમન વસીયા રે

દર્શન દેવા દીનદયાળી હો

દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને

દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને

અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને

દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને

અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને

દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને

સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી

સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી

સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી

સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી

ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ હો

ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ ગરબે રમવા આવોને

ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ ગરબે રમવા આવોને

દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને

દર્શન કરવા તરસે હૈયા વેલા વેલા આવોને

છંદઃ

રંગે રૂપાળી તન તેજાળી જ્યોત ઉજાળી જોરાળી

કોપે વિકરાળી નાગણ કાળી સિંહણ ભાળી રોષાળી

બુઢી અરુ બાળી દીન દયાળી વીશભુજાળી બિરદાળી

ઓખાધરવાળી દેવ ડાઢાળી જય માઁ મોગલ મચ્છરાળી

જય જય જુગ ધરની સત્ય ઉચરની સંકટ હરની સુખદાતા

કારન સહ કરની તારન તરની મોદ ઉભરની જુગમાતા

બેહદ જસબરની ભવભયહરની પોખનભરની પરચાળી

ઓખાધરવાળી દેવ ડાઢાળી જય માઁ મોગલ મચ્છરાળી

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Albeli Matavali Maiya Garabe Ramava Aavone lyrics, albeli matvali matwali ma garbe ramva avo lyrics, Albeli Matavali Maiya Garabe Ramava Aavone gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in