અખંડ વરને વરી

મીરાબાઈ

અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી.

ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી ... સાહેલી હું. (1)

સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી.

કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી ... સાહેલી હું. (2)

જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી,

સંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી ... સાહેલી હું. (3)

સદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી,

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી ... સાહેલી હું (4)

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using akhand varane vari lyrics, akand varne vari lyrics, akhand varane vari gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in