આવેલ આશા ભર્યા

નરસિંહ મહેતા

આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨)

શરદપૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ…

વૃંદા તે વનના ચોકમાં કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ…

જોતાં તે વળતાં થંભિયાં ઓલ્યા નદિયું કેરા નેર રે…. આવેલ…

અષ્ટકુળ પર્વત ડોલિયા ને ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ…

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા સદા રાખો ચરણની પાસ રે…. આવેલ…

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using aavel aasha bharya lyrics, avel asha asa barya bharaya, saradpoonam ni ratdi ne kai chando chadyo lyrics, aavel aasha bharya gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in