આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો .. (૨)

સેવકના રુદિયામાં રહેજો, સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….

આટલો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો ..

સેવા ને સમરણ અમે, કોના રે કરીએ .. (૨)

તેનો આદેશ અમને, દેજો સતગુરુ મારા,રુદિયામાં રેહજો …

આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો .. (૨)

કાયાનું દેવળ અમને લાગે રે કાચું ..

કાયાનું દેવળ અમને લાગે બહુ કાચું …

તેની ભાળવણી અમને, દેજો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો ….

આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ..

સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….

કાયા પડશે ને હંસો, ક્યાં જઈ સમાશો .. (૨)

એ ઘર બતલાવી અમને, દેજો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ….

આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ..

સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુજીને કેહ્જો ….

તમે છો અમારા ને, અમે તમારા … (૨)

જનમો જનમ ની ભક્તિ, દેજો સંદેશો મારા, ગુરુજી ને કહેજો ….

સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો ….

બેઉ કર જોડી દાસ અંબારામ બોલ્યા … (૨)

મુક્તિ નો મારગ અમને દેજો રે ….

સેવકને ચરણોમાં લેજો, સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ..

આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ..

સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Aatlo Sanadesho Mara Gurujine Khjo lyrics, atlo sandesh mara sadguru ne kejo lyrics, Aatlo Sanadesho Mara Gurujine Khjo gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in