‘ગરબો’ શબ્દ સમૂહમાં વર્તુળાકારે ફરતાં દેવીની સ્તુતિમાં ગીતો ગાતી વખતે દીપ પ્રગટાવેલા માટીના ઘડા માટે વપરાતો. તે જ રીતે ‘ગરબી’ એટલે દીવા પ્રગટાવેલી લાકડની ઘોડી. તેને માંડવી પણ કહે છે. આમ, ‘ગરબો’ અને ‘ગરબી’ બંને શબ્દો મૂળમાં વસ્તુસૂચક નામ હતાં અને પછીથી અર્થમાં રૂપાંતર થતાં તે ગીતના પ્રકારનાં સૂચક નામો બન્યાં.
ગુજરાતી વિશ્વકોશ પર ગરબા વિશે વધુ જુઓ