સમજણ જીવનમાંથી જાય

નારાયણ સ્વામી

સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય,

જીવનમાંથી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાં થી જાય, જી …

પિતાજીના વચન ખાતર,રામજી

વનમાં જાય, જી …(૨)

આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨)

એના બાપને મેલવા જાય ..

સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી ..

ચેલો હતો ઓલો આરુણી, એની યાદે ઉર ઉભરાય, જી ..

(૨)

આજનો ચેલ્કો, માસ્તર સાહેબને,

શિવાજી બીડીયું પાય

સમજણ જીવનમાંથી જાય, જી

જીવનમાં થી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

ચૌદ વરસનું એને રાજ મળ્યું, ભરત ના એ ભૂલાય જી

પાંચ વરસનો પ્રધાન આજે

કોઈ થી જાલ્યો એ ના જીલાય..

એ સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાં થી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

મંદિરીયામાં બેઠા બેઠા, પ્રભુજી એ મુંજાય જી

ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,

દશીયું ફેંકતા જાય ..

સમજણ જીવનમાંથી જાય. જી …

જીવનમાંથી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

ધર્મની જુઓ કિંમત કેવળ, નાણા થી અંકાય જી

મોટી મોટી, ખા એક ખાયું .. (૨)

એમાં ફાળો ભરતો જાય ..

સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …(૨)

જીવનમાંથી જાય, તો તો

જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Samajan Jivanmanthi Jay lyrics, samjn jeevanmati jay, to to jova jevi thay lyrics, Samajan Jivanmanthi Jay gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in